Smartphone Sahay Yojana 2023 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023

Smartphone Sahay Yojana 2023 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023, રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની સ્માર્ટફોન ની ખરીદી પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.

સ્માર્ટફોન સહાય યોજના 2023

ઉક્ત બાબતો ધ્યાને લઇ આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રોમાં સામેલ પ્રેસ નોટ પ્રસિધ્ધ કરવા તથા લોકલ ટી.વી. ચેનલો મારફત ખેડૂત વર્ગમાં આ અંગે બહોળા પ્રમાણમાં પ્રચાર- પ્રસાર કરવા વિંનતી છે.

Smartphone Sahay Yojana 2023

યોજનાનું નામસ્માર્ટફોન સહાય યોજના 2023
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી શરુ તારીખ15/05/2023
અરજી કરવાનો પ્રકારOnline
લાભરાજ્યના ખેડુતોને
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
આ પણ ખાસ વાંચો :

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા

  • જે ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
  • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
  • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની Accessories જેવી કે ઈયર-ફોન, ચાર્જર, ઈયર-બર્ડ્સ જેવી સાધનો પર સમાવેશ થતો નથી.

મોબાઈલ સહાય યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
  • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
  • 8-અ ની નકલ
  • ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
  • બેંક ખાતાના પાસબુકની નકલ

સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયા

ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ
આઇ ખેડુત પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપ જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી શરુ કરવાની તારીખ કઈ છે?

સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી કરવાની અરજી શરુ તારીખ 15 મે 2023 છે.

સ્માર્ટફોન સહાય યોજના સત્તાવાર વેબસાઈટ કઈ છે?

સ્માર્ટફોન સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ કઈ છે?

સ્માર્ટફોન સહાય યોજનામાં અરજદારે અરજી શરુ તારીખ 15/05/2023 ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી શરુ થશે.

Leave a Comment