GSEB 10th Result Date 2023 : ધોરણ 10 રીઝલ્ટ 2023 તારીખ જાહેર – ધોરણ 10 રિજલ્ટ 2023 25 મે 2023 એ સવારે 8:00 વાગે જાહેર કરવામાં આવશે. આજે અમે તમને ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર કરવામાં આવી એની માહિતી આપીશું.
ધોરણ 10 રીઝલ્ટ 2023 તારીખ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર, અખબારી યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
આ પણ ખાસ વાંચો :
GDS Bharti 2023 : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
Sarkari Naukri : ગુજરાત સરકાર દ્વારા વર્ગ 3ની ભરતી માટે નવા નિયમ જાહેર
2000 Currency Notes : RBI 2000 રૂપિયાની નોટ પાછી ખેંચશે
પોસ્ટનું નામ | SSC 10th Result 2023 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | ધોરણ 10 રીઝલ્ટ 2023 |
પરિણામની તારીખ | 25.05.23 |
વેબસાઈટ | gseb.org |
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક અને ડર. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.
GSEB 10th Result Date 2023
પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે, પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
આ રીતે જાણો તમારું પરિણામ :
- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
- હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
- પરિણામ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
- જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
- તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું પરીણામ તપાસવા અહીં ક્લિક કરો.
ગુજરાત બોર્ડના ધોરણ 10માનું પરિણામ 2023ની જાહેરાત બાદ, લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ લઈ શકશે. ગુજરાત બોર્ડ SSSC 10th Result 2023 તારીખ, વેબસાઇટ અને 10મા પરિણામની અન્ય વિગતો વિશે વિગતવાર જાણવા માટે વેબપેજ સાથે જોડાયેલા રહો.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત બોર્ડ GSEB ધોરણ 10 નું પરિણામ 2023 ક્યારે જાહેર કરશે?
ધોરણ 10 રિજલ્ટ 2023 25 મે 2023 એ સવારે 8:00 વાગે જાહેર કરવામાં આવશે.
ગુજરાત બોર્ડ વર્ષ 2023 માટે ધોરણ 10ની પરીક્ષા માટે પાસિંગ માર્કસ કેટલા છે ?
ધોરણ 10 ની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ મેળવવા જોઈએ.