2000 Currency Notes : RBI 2000 રૂપિયાની નોટ પાછી ખેંચશે

2000 Currency Notes : RBI 2000 રૂપિયાની નોટ પાછી ખેંચશે, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે. નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે.

RBI 2000 રૂપિયાની નોટ પાછી ખેંચશે

ભારતીય રિઝર્વ બેંકે રૂ. 2000 ની નોટ પર મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, રૂ. 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની કિંમતની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. વર્ષ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

આ પણ ખાસ વાંચો :

Sarkari Naukri : ગુજરાત સરકાર દ્વારા વર્ગ 3ની ભરતી માટે નવા નિયમ જાહેર

  • 2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત
  • RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત
  • સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં માન્ય રહેશે

2000 Currency Notes

છેલ્લા કેટલાક મહિનાથી માર્કેટમાં 2000 રૂપિયાની નોટ ઓછી દેખાઈ રહી હતી. લોકોનું કહેવું હતું કે, એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ નથી નીકળતી. આ સંબંધમાં સરકારે સંસદમાં પણ જાણકારી આપી હતી.

આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી લેવાનો નિર્ણય લીધો છે. જો કે, તે કાયદેસરની મુદ્રા તો રહેશે જ.આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી લેવાનો નિર્ણય લીધો છે. જો કે, તે કાયદેસરની મુદ્રા તો રહેશે જ.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

2000 રૂપિયાની નોટ કઈ તારીખ સુધી પરત કરી શકાશે?

30 સપ્ટેમ્બર સુધી પરત કરી શકાશે.

Leave a Comment